Friday, September 27, 2019



એક સાંદીપનીનો કૃષ્ણ,
જે સુદામાનો પરમ સખો....!!!!


અમારી પાસે એક વિદ્યાર્થી છે,
જેનું નામ અજીબો ગરીબ છે.
નામ વાંચીને આપણને થાય કે આ નંગ તો આખાયે જગતનો ધણી લાગે છે, નાથ લાગે છે.
શેક્સપિયર નામનાં નાટ્યકારે કહ્યું કે,
"નામમાં તે વળી શું રાખ્યુ છે,
ગુલાબના ફૂલને તમે કોઈ પણ નામથી બોલાવો,
સુગંધ તો ગુલાબની જ આવશે".
અમારા આ વિદ્યાર્થીનું નામ પણ આ બાબત પ્રતિપાદિત કરે છે. તમે હવે એનું નામ તો જાણી જ લો,
પછી મારી વાત આગળ ચલાવું.
"શ્રીકૃષ્ણ શ્રીભગવાનભાઇ ભગત"
કેમ કેવું છે ? કેવું લાગ્યું? જોરદાર ને?
પહેલા તો આપણને એવું લાગે કે આ
બાળક ચેન્નઈ બાજુથી એક્સપોર્ટ તો નથી થયું ને...!!
ના, ભાઇ ના.
આ તો આપણાં ગુજરાતનું જ મુળ ફરજંદ છે. અમદાવાદનાં શીલજ નામનાં ગામમાં રહેનાર
આ વિદ્યાર્થીનું નામ તો શ્રીકૃષ્ણ છે,
પણ છે સુદામાની જેમ રંક.
પિતાનું નામ શ્રીભગવાનભાઇ છે,
પણ એમની સ્થિતી લગભગ ધોબી જેવી જ છે.
અટક ભગત છે
પણ વિદ્યાર્થીમાં ભગતનો એક પણ ગુણ નથી.
ખેર,
નામ છે, નામની મજા છે અને એક અનેરી મોજ છે.
ભલેને જેવા હોઇએ એવા,
પણ નામ તો ઠાઠમઠાઠ છે ને...!!!
આખુ નામ કોઇપણ વાંચે ત્યારે એને
એકવાર તો માથુ ઉંચુ કરીને
શ્રીકૃષ્ણ શ્રીભગવાનભાઇ ભગત
સામે જોવું જ પડે.
આપણે ત્યાં આ
શ્રીકૃષ્ણ
શ્રીભગવાનભાઇ
ભગત....
ટ્યુશન કરવા માટે આવે છે,
ધોરણ છ નું.
આ ગણિતનાં પેપરમાં ૨૭.૫/૫૦ અંક આવ્યા છે,
આપણાં આ ત્રિલોકનાથને.
હવે આ વિદ્યાર્થીને આશિર્વાદ પણ કેમ આપવા
અને કોના જેવો થજે, કેમ કહેવું?
ખેર,
શ્રીકૃષણ જેવો તોફાની,
શ્રીભગવાન જેવો આજ્ઞાંકિત અને
ભગત જેવો અનુશાસિત થજે...
-જયંત કથીરિયા
૨૪.૦૯.૨૦૧૯

No comments:

Post a Comment